ડાંગ: આજરોજ ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાની એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ ગારખાડીના બાળકોમાં પિરામલ સ્વાસ્થ્ય ગુજરાત (NGO) દ્વારા TB રોગ નાબુદીને લઈને માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
જુઓ વિડીયો..
આ પ્રસંગે પિરામલ સ્વાસ્થ્ય ગુજરાત (NGO) ના સ્ટાફ શ્રી નિલેશભાઈ ભિવસન દ્વારા ગારખડી એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલમાં TB રોગના લક્ષણો, અને રોગ ફેલાવતા કારણો અને રોગ અટકાવવાના ઉપાયો વિશે તકેદારીની યોગ્ય માહિતી આપવામાં આવી હતી અને કાર્યક્રમમાં સ્વાસ્થ્ય ગુજરાતના સ્ટાફ નિલેશભાઈ ભિવસન નેહલબેન (CHO) કુંતેશભાઈ EMRS ગારખડી ના પ્રિન્સિપાલ મીનાબેબ ગાયકવાડ તથા સમગ્ર મોડલ સ્કૂલ ના સ્ટાફ હાજર રહ્યા હતા.

