ધરમપુર: શિક્ષક બાળક ઘડતરનું મૂળ છે અને એ જ બાળકના શિક્ષણના ઉજ્જવળ ભવિષ્ય અને દેશને એક સારા નાગરિકની ભેટ આપી શકે છે અને આવો જ કઈંક પયત્ન ધરમપુર તાલુકાના કરંજવેરી પ્રાથમિક શાળામાં કરવામાં આવી રહ્યા છે.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી જાણકારી મુજબ આ શાળામાં ‘એક વિદ્યાર્થી એક વૃક્ષ’ ની મુહિમ અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને એક એક વૃક્ષ ઉછેર કરવાનો સંકલ્પ આપી છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. ગામમાં 337 નવા વૃક્ષોનું વાવેતર કરવા તેમજ પ્રકૃતિ સંવર્ધનમાં વિદ્યાર્થીઓને જોડાવા પ્રયાસ હાથ ધર્યો છે જેનાથી એક વૃક્ષ ની કિંમત બાળકોને સમજાઈ અને એને બહેતર પર્યાવરણનો ખ્યાલ વિકાસ થાય. આમ બાળકોને પર્યાવરણ તરફ લઇ જવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.

