ધરમપુર: આજરોજ વલસાડના ધરમપુર તાલુકાના બારોલીયા પ્રા. શાળામાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય ઘડતર થાય અને એના બુદ્ધિ વિકાસના હેતુસર બાળમેળો અને જીવન કૌશલ્યો આધારિત બાળમેળો તેમજ આનંદ મેળાની ઉજવણી કરાવવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ધોરણ 1 થી 5 ના બાળકોને વિવિધ પ્રકારની સહ અભ્યાસિક પ્રવૃતિઓ જેવી કે રંગકામ, ચિત્રકામ, કોલાઝ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ વગેરે પ્રવૃતિઓ કરવામાં આવી. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને જીવનકૌશલ્યો આધારિત વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ટાયરનું પંકચર બનાવવું, ગેસનું રેગ્યુલેટર ફિટ કરવું, કૂકરનું ઢાંકણ લગાવવું, ફુયુઝ બાંધવો, શાળા સલામતીની પ્રવૃત્તિ Fire defence(આગ સલામતી) ની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી

બાળકોને પ્રવૃત્તિ સાથે સાથે જીવન શિક્ષણ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને આનંદ મેળામાં વિવિધ ખાણીપીણીની મોજ પણ બાળકોએ માણી હતી.