ધરમપુર: આદિવાસી લોકોનો તહેવાર એટલે કે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે ત્યારે ધરમપુરના આદિવાસી લોકો પોતાના તહેવારને આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવવા માટેની તૈયારી આરંભ કરી દીધી છે જેને લઈને ગતરોજ ધરમપુર લોક મંગલમ ટ્રસ્ટના હોલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો..

ધરમપુર ખાતે 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલની અઘ્યક્ષતામા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમનું આયોજન અંગે ચર્ચાઓ કર્યા બાદ વિવિધ ગામોથી રેલીઓ નીકળી 12:30 સુધીમાં વાવ બિરસામુંડા સર્કલ પર પહોચવું અને ત્યાર બાદ 9 મી ઓગસ્ટ એ દિવસે 12:30 એ વાવ બિરસામુંડા સર્કલ ભેગા થઇ બાબા સાહેબ સર્કલ પાસે બાબા સાહેબને હાર દોરા પહેરાવી રેલીની પુર્ણાહુતી કરાશે ત્યાર બાદ જનસભા સંબોધશે.

આ પ્રસંગે ધરમપુર અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, કિઆના ઓર્થોપેડિક હોસ્પિટલ ધરમપુર ડૉ. નીતિનભાઈ, સાંઈનાથ હોસ્પિટલ ડૉ.હેમન્ત પટેલ, ધરમપુર નગરપાલિકા ઉપ પ્રમુખશ્રી નરેશભાઈ, લોક મંગલમ ટ્રસ્ટના સંસ્થાપક નીલમ પટેલ, શંકરભાઇ રેમ્બો વોરિયર્સ ગ્રુપ ધરમપુર, નિલેશભાઈ નિકુળીયા, જયેશભાઇ પલ્લવ પ્રિન્ટર્સ ધરમપુર, સરપંચશ્રીઓ અને વિવિધ ગામોથી આદિવાસી સમાજના હકની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતાં