ડાંગ: છેલ્લા છ દિવસથી અનરાધાર વરસાદ વરસી ગતરોજ આહવાની ખાપરી અને સુબીરની પૂર્ણા નદીનાં ધસમસતા નીર ખોખરી અને ચીકટીયા ગામમાં આવી જતા ખેડૂતોના ખેતરોમાં મોટાપાયે નુકસાન થયાનું સામે આવ્યું હવામાન ખાતાની માનીએ તો સુબીર વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન 209 મિમી (8.36 ઈંચ) વરસાદ પડયો છે.
સુબીર તાલુકામાં પૂર્ણા નદી ગાંડીતુર બનતા તેનો પાણીનો ધસમસતો પ્રવાહ ખોખરી ગામમાં ફરી વળતા લોકોનાં ઘરોમાં પાણી ભરાયા હતા આ ઉપરાંત હાલમાં જ હજારો રૂપિયાનું બિયારણ લાવી રોપણી કરાયેલા ડાંગરનું તરુ ધોવાઈ જતા રડવાનો વારો આવ્યો હોવાના દ્રશ્યો સર્જાયા હતા
ડાંગનાં ખોખરી ગામમાં તો ઘરો અને આંગણવાડીનાં મકાનમાં પણ પાણી ભરાઈ ગયાના અહેવાલ મળી રહ્યા છે ખાપરી નદીનાં વહેણ ચીકટીયા ગામના દુકાનો સહિત ઘરોને ઘુસી ગયા હોવાથી ઘણું નુકશાન થયા હોવાનું લોકો જણાવી રહ્યા છે.











