સુરત: થોડા દિવસો પહેલા જ ગુરુ પૂર્ણિમાનો દિવસ ગયો અને લોકો ગુરુ શિષ્યના સબંધ ખુબ જ મહિમા ગયો પણ ગતરોજ સુરત મહાનગરપાલિકાની પુણાની એક સ્કૂલમાં મુખ્ય શિક્ષક દ્વારા છોકરાઓનું શારીરિક શોષણ કર્યાની ઘટનાનો વિડીયો વાયરલ થતા જ શિક્ષણ જગતમાં ખલબલી મચી જવા પામી છે.
જુઓ વિડીયો..
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પુણાની શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની શારીરિક છેડતી કરતા હોવાનો એક વાલીએ કેટલાક લોકોને મોકલેલી પેન ડ્રાઈવમાં વિડીયો છે. આ વીડિયોના સબુત તરીકે સામે રાખી પાલિકાના આમ આદમી પાર્ટી આચાર્ય સામે પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી માંગણી કરી છે.
વીડિયોની અંદર આચાર્યની ઓફિસમાં જ સેક્સ કામ ચાલી રહ્યાનો આક્ષેપ કરવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીઓના બળજબરીથી કપડા કાઢવામાં આવ્યા હતા તેવું પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. જો પાલિકા તંત્ર બે દિવસમાં ફરિયાદ ન નોંધાવે તો આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ નોંધાવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

