ચીખલી: સતત વર્ષી રહેલા ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદને કારણે પચ્ચીસથી વધુ તાલુકાના ગામોના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે કોઈ જાનહાની ન સર્જાય અને લોકો સુરક્ષિત રહે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Decision Newsને મળેલી જાણકારી મુજબ ચીખલી તાલુકામાં સતત મેઘમહેરના પગલે ચીખલી તાલુકાના 21 જેટલા માર્ગ પણ બંધ કરવામાં આવ્યાં છે. જે માર્ગ બંધ કરવામાં આવ્યાં છે તેમાં ચરી ઉખડ ફળિયા રોડ, કાંગવાઈ-કુમકોતર રોડ,ધેટકી-વાંકલ રોડ, સોલધારા – નાયકીવાડ રોડ , વેલાનપુર – એ પ્રોચ રોડ , તલાવચોરા બારોલીયા ફળિયા રોડ જેવા બંધ છે
આ ઉપરાંત તલાવચોરા શામળા ફળિયા રોડ-તેજલાવ રોડ, ફડવેલ બેડીયા ફળિયા રોડ, ટાંકલ હનુમાન ફળિયા રોડ, રાનકુવા-મોટી વાંગરવાડી રોડ, વંકાલ-હોન્ડ રોડ, ફડવેલ-અંબાચ રોડ, સાદકપોર ગોલવાડ તલાવચોરા રોડ, રૂમલા નડગધરી રોડ, ફડવેલ ગાગજી ફળિયા રોડ, પીપલઘભાણ આમધરા – મોગરાવાડી , ચીખલી – ફાડવેલ -ઉમરકુઈ રોડ, બામણવેલ-દોણજા-હરણગામ રોડને બંધ કરવામાં આવ્યા છે











