નર્મદા: હાલમાં વરસાદના લીધે ગરૂડેશ્વર તાલુકામાં 6 ઇંચ વરસાદથી ગરૂડેશ્વર, અક્તેશ્વર, સાંજરોલી, કોયારી ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ભરાતાં પાકને નુકશાન થતાં આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયેલા ખેડૂતોએ તંત્ર દ્વારા નુકશાનીનું વળતર અપાય તેવી માગ કરી હતી.
તાલુકામાં કપાસ, તુવર, મકાઇ વગેરે પાકનું વાવેતર થાય છે, જેમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે તેથી કુદરતની સામે જગતનો તાત કહેવાતો ખેડૂત લાચાર બન્યો છે અને સરકાર પાસે નુકસાનીના વળતર માટે માગ કરી છે ખેતરો ઉભા પાક વચ્ચે અંદર જઈ શકાતું નથી અને પાણીનો ભરાવો થયો છે જે પાક ને નુકસાન સાથે ખેડૂતના ઉભા પાકનો દાટ વાળી રહ્યા છે જેને લઇ ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર, સંજરોલી, કોયારી સહિતના ગામોના ખેડૂતો દ્વારા સર્વે કરી પાક વળતર આપવા માંગ કરી છે.
ખેડુતોએ વધુમાં જણાવ્યું હતું કે, રેલવે તંત્ર અને એન્જિનિયરની બેદરકારીથી જગતનો તાત બેહાલ બન્યો છે. વડોદરા થી કેવડીયા વચ્ચે ચાલતી રેલવે લાઈનનું જ્યારે કામ ચાલતું હતું ત્યારે નાળું બનાવવા રૂબરૂ અને લેખિતમાં ત્રણ ગામના ખેડૂતોએ સહી કરી રજૂઆત કરી હતી કે અક્તેશ્વર, સાંજરોલી, કોયારીની સીમમાં પાણી નિકાલ માટે નાળું બનાવી આપવામાં આવે પરંતુ નાળું નહિ બનાવતા છેલ્લા 2 વર્ષથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે જો રેલવે તંત્ર ખેડૂતોના હિતમાં પાણી નિકાલ માટે નાળું મૂકી આપે જેથી પાણીનો નિકાલ થઈ જાય અને ખેડૂતોની સમસ્યાનું કાયમી નિવારણ આવે એવી માંગ કરીએ છીએ











