ચીખલી: ગતરોજ ધોધમાર વરસાદ અને ભારે પવન ફુંકાતા એક સાથે ફૂકતા ચિખલી તાલુકાના સિયાદા પ્રધાનપાડા ગામની પ્રાથમિક શાળાના આગળના ઓટલા પરની છત તૂટીને જમીન ભેગી થઇ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં ચીખલી તાલુકામાં ચાર પાંચ દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે ગત રાત્રીના સમય દરમ્યાન ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફુંકાયો હતો એ સમયગાળામાં સિયાદા પ્રધાનપાડા પ્રા.શાળા ની આગળ ની છત તૂટીને જમીન ભેગી થઇ હતી. નસીબ સંજોગે રવિવારનો દિન હોવાથી શાળામાં રજા હોવાથી શાળામાં બાળકો કે શિક્ષકો ન હોવાના કારણે મોટી દુર્ઘટના બનતા ટળી હતી.

ગામના લોકો જણાવે છે કે જુલાઈ મહિનાની શરુવાતની સાથે વરસાદ શરુ થયો હજી ચોમાસાની ઋતુના ઓગસ્ટ, સપ્ટેમ્બર આમ બે મહિના બાકી છે ત્યારે જોવું એ રહ્યું કે શું તંત્ર આ તુટી પડેલી શાળાની છતનું સમારકામ કરવામાં કેટલો રસ દાખવે છે ?