ચીખલી: વર્તમાન સમયમાં સ્ત્રી પુરુષ સમોવડી બન્યાનું ઉદાહરણ ચીખલી તાલુકાના કુકેરી ગામના માધવતળાવ ખાતે રહેતા મોહનભાઈ રવજીભાઈનું તારીખ 5 જુલાઈ 2022ના રોજ દુઃખદ અવસાન થયું ત્યારે તેના મૃતદેહને કાંધ આપીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના કુકેરી ગામના માધવતળાવ ખાતે રહેતા મોહનભાઈ રવજીભાઈનું તારીખ ૫ જુલાઈ ૨૦૨૨ના રોજ દુઃખદ અવસાન થયું. તેમના દુઃખદ અવસાનથી પરિવાર શોકમય બન્યો હતો પરંતુ એવા સમયે પણ સમાજને એક નવી દિશા દોરી હતી.
દીકરો દીકરી એક સમાન છે. મોહનભાઈ રવજીભાઈને સંતાનમાં ત્રણ દીકરીઓ જ છે, સ્વાતિ મોહનભાઈ, ફાલ્ગુની મોહનભાઈ અને કિંજલ મોહનભાઈ જેમાંથી બે દીકરીઓ યુ.કે રહે છે તથા મોટી દીકરી સ્વાતિ હાલમાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે સુરત ખાતે ફરજ બજાવે છે. જેમણે ત્રણેય બહેનોએ પોતાના પિતાજીના અંતિમ સંસ્કાર કરી પુત્રની ફરજ બજાવી હતી.











