ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકા પંચાયત ખાતે મોહના કાઉચાલી, કોરવળ,ગામોના તલાટી તરીકે ફરજ બજાવતા આનંદભાઈ ગ્રામજનોને હેરાન કરતા હોવાની ફરિયાદ લઇ લોકો તલાટી મંડળના પ્રમુખ ચેતનભાઈને રજુવાત કરી હતી.
ગ્રામજનોનું કહેવું હતું કે અમારા ધરમપુર તાલુકાના મોહના કાઉચાલી,કોરવળ,ગામોના તલાટી આનંદભાઈ છે જેની પાસે અમો છેલ્લા 6 દિવસથી સાક્ષીઓ લઇને જઈએ છીએ પણ તલાટીશ્રી આનંદ અલગ અલગ જવાબ આપી હેરાન કરી રહ્યા છે જેથી આજરોજ ધરમપુર તાલુકા પંચાયત ખાતે તલાટી મંડળના પ્રમુખશ્રી ચેતનભાઈને તે બાબતે રજૂઆત કરી હતી. લોકો જણાવી રહ્યા હતા કે એકવાર કામ કરવા આવવા જવાનો 200 રૂપિયા ખર્ચ થાય છે અને આ તલાટી 3 દિવસ થી ધક્કા ખવડાવે છે એ કેમ ચલાવી લેવાઈ.
જુઓ વિડીયો..
જો આ મામલામાં યોગ્ય નિરાકરણ આવનારા દિવસોમાં ન આવે તો લોક આક્રોશનો સામનો કરવાની નોબત આવશે જેની તંત્રી મંડળ અને વહીવટીતંત્ર નોંધ લે. આ રજુવાત પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ, મામાં ભાચા સરપંચશ્રી રમણભાઈ, મોહના કાવચાળી સરપંચશ્રી દેવુભાઇ મોકાસી, ખારવેલ સરપંચશ્રી રાજેશ પટેલને ઉપસ્થિત હતા.











