ચીખલી: હાલમાં આદિવાસી લોકો સરકારની જુદી-જુદી યોજના પોતાના સમાજ અને જળ જંગલ જમીનના અસ્તિત્વ માટે ખતરારૂપ જાણીને યોજનોનો વિરોધ કરી રહ્યા છે ત્યારે તાલુકાના વાંદરાવેલા ગામે સુરત-નાસિક-અહમદનગર ગ્રીન ફિલ્ડ સ્ટ્રીચ પ્રોજેક્ટ ના વિરોધ બાબતે રાત્રી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું
Decision Newsને મળેલી માહિતી મુજબ 11 જુલાઈ 2022 એ નવસારી ખાતે સુરત નાસિક અહમદનગર ગ્રીન ફિલ્ડ સ્ટ્રીચ પ્રોજેક્ટ પ્રોજેક્ટના વિરુદ્ધ બાબતે મહારેલીમા મોટી સંખ્યામાં જોડાવા માટે અને આ સમયે સૌ આદિવાસી લોકો કે પોતાના અંગત અને લાભોને છોડી સંગઠિત બની પોતાના અસ્તિત્વ સમાન જળ જંગલ જમીનને બચાવવાની લડાઇ લડવા માટે હાકલ કરાઈ છે.
આ પ્રસંગે વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ, સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય ડૉ. પ્રદીપ ગરાસિયા,વાંદરાવેલા ગામના પ્રથમ નાગરિક સંજુભાઈ, મહા રૂઢિગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ, ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલના સંચાલક ડૉ.નીરવ પટેલ. ડૉ અનિલ પટેલ, હાઇવે પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિ પ્રમુખશ્રી પિન્ટુભાઈ, તુષાર ભાઈ અને મોટી સંખ્યામા આદિવાસી લોકો હાજર રહ્યા હતાં











