ચીખલી: એમ કહેવાતું હોય છે કે માણસનો સૌથી મોટો દુશ્મન કોણ તો મિત્ર..આ જ વાક્યને જાણે સાર્થક થતું હોય તેમ ચીખલી તાલુકાના કુકેરી ગામમાં લાકડા ભરવા મુદ્દે બે દોસ્તો વચ્ચે થયેલા ઝગડામાં એક મિત્રએ બીજા મિત્રને માર મારી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલીના રાનવેરીકલ્લા ગામમાં ગણેશ ફળિયાના હિતેશ અમ્રતભાઈ પટેલ અને કલ્પેશ અમ્રતભાઈ પટેલ ચિતાલીના સલીમભાઈ નામના લાકડાના વેપારીને ત્યાં કામ અર્થે ગયા હતા અને તેઓ 11 00 કે 11:30 વાગ્યાની આસપાસ કુકેરી ગામમાં ટ્રેક્ટરમાં લાકડા ભરી રહ્યા હતા ત્યારે વરસાદમાં હિતેશ પટેલ અને  ચાલુ વરસાદમાં ભીના લાકડા મુદ્દે વિશાલ પટેલને કહ્યું હતું. જેને પગલે અચાનક ઉશ્કેરાયેલા વિશાલ પટેલે અને વિશાલ પટેલે વચ્ચે ગાળાગાળી થતા વિશાલ પટેલે હિતેશ પટેલને ધમકી આપી હતી કે આજે તમો ઘરે આવો તમને પતાવી જ દઉં  અને જ્યારે સાંજે હિતેશ મજૂરીનું કામ પતાવી લગભગ 5.30 વાગ્યે ઘરે આવતા વિશાલ ઘરે આવી હિતેશને ઢીકમુક્કીનો માર મારવાનું શરુ જ કરી દીધી હતી બચાવમાં પડેલા હિતેશના માતા અને પત્નીને પણ માર માર્યો હતો અને ઝગડો ઉગ્ર બનતા બચાવ કાર્ય કરી રહેલા કલ્પેશને માર મારી વિશાલે પાકા ડામર રોડ પર જોરથી પછાડી દઈ મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી બાદમાં કલ્પેશ ટાંકલ PHC માં સારવાર માટે લઇ જવાયો હતો પણ ત્યાના તબીબે તેને મૃત જાહેર કરી દીધો હતો

મૃતકના ભાઈ હિતેશ અમ્રતભાઈ પટેલે આ મુદ્દે ફરિયાદ લખાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી વિશાલ વિજયભાઈ પટેલને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આ કેસમાં વધુ તપાસ P I કે.એચ.ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે.