તાપી: વ્યારા તાલુકાના જંગલ અંતરીયાળ વિસ્તારમાં બોર્ડરના ૧૭ ગામોના સેન્ટરમાં ડોલારા ગામે ૧૦૮ એમ્બ્યુલન્સનો પોઇન્ટ ફાળવવા માટે તાપી જિલ્લા કલેટરશ્રી તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલને ભલામણ કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ વ્યારા તાલુકા પંચાયતના સભ્યશ્રી આદિવાસી સમાજના હક અધિકાર માટે સતત લડત લડનાર તેમજ યુવાનો, વડીલો, મહિલાઓ, તેમજ સમાજ ન જોડે લઈને સમાજ માટે કામ કરનાર એવા શ્રી ગામીત નિલેશ ભાઈ કે. ગામીત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, તાપી જિલ્લાના બોર્ડરના ગામો જે જંગલ વિસ્તાર તેમજ ડોલવણ, આહવા, થતા સોનગઢ તાલુકાના સરહદી વિસ્તારોને સાકળતું વ્યારા તાલુકાનું ડોલરા ગામ એક અગત્યનું કેન્દ્રો છે. આ ડોલરા ગામેથી ૧૦૮ એમ્બ્યુલન્સનો હાલનો પોઈન્ટ ખુબજ દૂર છે. જેના કારણે અકસ્માતના અગત્યના સમયે અનેકવાર એમ્બ્યુલન્સને પોહચવામાં સમય લાગે છે તેથી ડોલરા ગામમાં ૧૦૮ એમ્બ્યુલન્સનો પોઇન્ટ ફાળવવા માટે ભલામણ કરવામાં આવી હતી.

આ બાબતે તાપી જિલ્લા કલેકટરશ્રી દ્વારા હાથ પર લઈ કર્યોવાહી કરવામાં આવી છે, અને 108નો પોઇન્ટ ડોલરા ખાતે ફાળવવામાં આવેલ છે જે બદલ પૂર્વો પટ્ટીના લોકોને આરોગ્યલક્ષી સુવિધા સારી મળી રહેશે. ઝાખરી તાલુકા પંચાયતના સભ્ય અને આદિવાસી યુવાનેતા શ્રી નિલેશ કે. ગામીતનો સમગ્ર વ્યારા તાલુકા પૂર્વ પટ્ટીના લોકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.