વઘઇ: ગતરોજ વઘઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિએ ડાંગના વઘઈના બોરપાડા ગામની 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાની ફરિયાદ નોંધવામાં આવી હોવાની માહિતી પોલીસ સુત્રો દ્વારા જણાવા મળી છે
પોલીસ ફરિયાદ મુજબ વઘઇ તાલુકાનાં બોરપાડા ગામમાં પિતા ધંધા મજુરી અર્થે બહાર ગામ ગયા હોવાથી પત્ની અને સગીર પુત્રી બોરપાડામાં રહેતા. ત્યારે 14 વર્ષીય પુત્રી ડાંગ જિલ્લાનાં વઘઇના દગડીઆંબા ગામે લગ્નમાં ગઈ હતી ત્યાંથી પાછા ફર્યા બાદ આ સગીરાને લગ્નની લાલચ આપી કોઈક અજાણ્યો શખ્સ તેની અપહરણ કરી ગયો હતો
સગીરાનાં પિતાએ વઘઇ પોલીસ સ્ટેશને આ ફરિયાદ આપી છે હાલમાં વઘઇ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

