પારડી: ગતરોજ સાંજે પારડી તાલુકાના ડુમલાવ ખાતે વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલની અધ્યક્ષતામાં મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અંગે ખેડૂતોના પ્રશ્નો અગે વલસાડ જિલ્લાના ખેડૂતો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ ખેડૂતોના મુંઝવતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી અને આગામી તા.04/8/2022 ના દિને પારડી મામલતદારશ્રીને વલસાડ જિલ્લના ખેડૂતોના પ્રશ્નો બાબતે રજૂઆત કરવા જવાનું નક્કી કરવામાં આવ્યું અનંત પટેલે જણાવ્યું કે આપણો હક ખાલી હવે માંગવાથી નહિ ચાલે હવે આપણે આપણા અધિકારીઓ છીનવવા પણ પડે એવા સમયમાં આપણે આવી ગયા છે માટે હવે નહિ જાગીએ તો ક્યારેય નહિ.

આ પ્રસંગે સામાજિક આગેવાન વસંતભાઈ, મુકેશભાઈ, રવીભાઈ, સતિષભાઈ, તાલુકા પંચાયતના સભ્યશ્રી કાંતિભાઈ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ હાજર રહ્યા હતાં