વાંસદા: ચોમાસું શરુ થયું અને શરુવાતી પડેલા સામાન્ય વરસાદમાં દુબલ ફળિયાથી ઉપસળ અને વાલઝરને જોડતો રસ્તો પુલ નજીક બેસી જતા વહીવટી તંત્ર અને કોન્ટ્રાકટર દ્વારા કરાયેલી કામગીરી બંને કટકી મેળવી રસ્તામાં વેઠ ઉતારી હોવાનું લોકો જણાવી રહ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ દુબલ ફળિયાથી ઉપસળ થઈ વાલઝર ગામને જોડતા વિજયભાઈના ઘર પાસે અને મુખ્ય પ્રાથમિક શાળાની સામે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા રસ્તાની કોન્ટ્રાકટરે નકરી વેઠ ઉતારી હોય એમ લાગે છે કારણ કે પુલ પર રસ્તાની સાઈડ બેસી ગઇ છે.
આ રસ્તાની સ્થિતિના કારણે અહી થી પસાર થતા મુસાફરો માટે અકસ્માતનું જોખમ ઉભું થયું છે હાલમાં લોકો માંગણી કરી રહ્યા છે કે ઝડપથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવે જેથી કોઈ નિર્દોષએ પોતાનો અકસ્માતમાં જીવ ન ગુમાવવો પડે અને જવાબદાર કોન્ટ્રાકટરનું લાઈસન્સ કેન્સલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે.