સાપુતારા: ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા કુદરતી સોંદર્યને માણવા હજારો લોકો આવતા જતા હોય છે ત્યારે ગતરોજ રસ્તા પર ગુલમોહરનું તોતિંગ વૃક્ષ બોલેરો જીપ પર ધરાશઈ થઈ તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ ગિરિમથક સાપુતારા ખાતે સવારનાં અરસામાં વરસાદી માહોલે વિરામ લીધો છે તેવામાં વરસાદ કે વાવાઝોડા વગર આજરોજ ગિરિમથક સાપુતારાનાં સ્વાગત સર્કલ પર તોતિંગ એવુ ગુલમહોરનું જુનુ વૃક્ષ અચાનક ધરાશઈ થઈ તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

અહી મહારાષ્ટ્રથી આવેલ બોલેરો જીપ નંબર MH-41-AS-9818માં સવાર પ્રવાસીઓ પણ ચા નાસ્તો કરવા માટે સ્વાગત સર્કલ પર જીપ ઉભી રાખી ઉતરી રહ્યા હતા. તે દરમ્યાન ગિરિમથક સાપુતારાનાં સ્વાગત સર્કલની કોર્નર પર આવેલ ગુલમોહરનું તોતિંગ વૃક્ષ અચાનક જ ધરાશયી થઇ મરાઠી પ્રવાસીઓની બોલેરો જીપ પર તૂટી પડતા સ્થળ પર નાસ ભાગ મચી જવા પામ્યો હતો.અહી બોલરો જીપમાં સવાર તમામ પ્રવાસીઓનો ચમત્કારીક બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.જ્યારે બોલેરો જીપને જંગી નુકસાન થયુ હતુ.