કપરાડા-પારડી: 17 જુન 2022ના રોજ પારડી તાલુકાના ખેરલાવ ગામે ગુલાબભાઈ રવિયાભાઈના શોર્ટ સર્કિટના કારણે સળગી ગયેલ ઘરને અને કપરાડા તાલુકાના ખૂટલી ગામે પટેલ ફળીયા ખાતે નેવુંભાઈ જગુભાઈ બિરારીના 22 જુન 2022ના દિને વરસાદમાં ઘર તૂટી પડેલ ધર પરિવારને આદિવાસી સમાજના ડોકટર દંપતી મદદ આવ્યા છે.

Decision Newsને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ખેરલાવ ગામના ગુલાબભાઈ રવિયાભાઈના શોર્ટ સર્કિટના કારણે બળી ગયેલા ઘરના પરિવાર અને કપરાડા તાલુકાના ખૂટલી ગામે પટેલ ફળીયા ખાતે નેવુંભાઈ જગુભાઈ બિરારીના 22 જુન 2022ના દિને વરસાદમાં ઘર તૂટી પડેલ ધર પરિવારની સ્થિતિ વિકટ બની હતી જેની જાણ વલસાડ યુવા મોરચાના મહામંત્રી અને ખેરલાવ ગામના સરપંચ મયંક પટેલ દ્વારા સેવાભાવિ ખેરગામના ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલના સંચાલક ડૉ.નિરવ પટેલ, ડૉ.દિવ્યાંગી પટેલ દંપતીને કરાઈ તો આ દંપતી તાત્કાલિક ધોરણે  આદિવાસી સમાજના મુશ્કેલીનો સામનો કરી રહેલા પરિવારના મદદે આદિવાસી સમાજના આગેવાનો સાથે પોહ્ચ્યું હતું.

આ સેવાભાવી અને સમાજના ઉત્કર્ષમાં હંમેશા અગ્રસર રેહતું આ દંપતીએ આ આસ્કમિક અને કુદરતી આફતના ભોગ બનેલા બંને ઘર પરિવારોને એક મહિનો ચાલે એટલુ અનાજ અને ઘર ગથ્થું સમાનની મદદ કરી હતી આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો ધરમપુરના અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, વાડ રૂઢિગ્રામ સભા ના ઉપાધ્યક્ષ મીંન્ટેશ પટેલ મારા મિત્ર સુગ્નેશ વાઢું પણ ઉપસ્થિત રહ્યા હતા.