કપરાડા: એવું માનવામાં આવી રહ્યું છે કે કપરાડાના માંડવા ગામ પાસે આવેલો કુંભઘાટ જીવલેણ અકસ્માતોનો હોટસ્પોટ બની ગયો છે આજે આ કુંભઘાટના નવા બનતા પેટ્રોલ પંપ પાસે બે ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિઓનું મોત થઇ ગયું છે.

Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કપરાડાના માંડવા ગામ પાસે આવેલો કુંભઘાટના નવા બની રહેલા પેટ્રોલ પંપ પાસે રસ્તા પર લગભગ 2: 10 વાગ્યાના અરસામાં એક ટ્રકમાં પંચર હોવાથી ડ્રાઈવર અને કંડકટર ટ્રક નીચે ભરાઈને સ્ટેપની વડે વ્હીલને ખોલવા માંથી રહ્યા હતા ત્યારે સામે થી આવેલા ટ્રક એ ઉભેલા ટ્રક સાથે જોરદાર ટક્કર મારી હતી જેમાં વ્હીલ ખોલતા ડ્રાઈવર અને કંડકટર ટાયર ચડી જતા તેઓનું પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી ગયું હતું

જ્યારે ટક્કરમાં બીજી ટ્રકના ડ્રાઈવર પણ મોતને ભેટ્યો હતો અને કંડકટરને ગંભીર ઈજા થતાખે સારવાર તેને 108 મારફતે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યાની જાણકારી મળી છે. ત્યાં તેની હાલત પણ નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.