પારડી: સમગ્ર રાજ્યમાં આરંભાયેલા ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મારા ખેરલાવ ગામ ખાતે જિલ્લા બાળ વિકાસ અધિકારી શ્રી રાકેશભાઈ પટેલની આગેવાનીમાં બાળકોને શાળાપ્રવેશ કરાવવાનો અવસર પ્રાપ્ત થયો.
મયંક પટેલ જણાવે છે કે ‘સામાજિક ઉન્નતિનું પ્રથમ પગથિયું શિક્ષણ છે’ મારા માટે ગૌરવ ની વાત એ હતી કે જે શાળા માં ભણ્યો છું એ જ શાળા માં ગામ ના સરપંચ તરીકે ગામના બાળકો ને પ્રોત્સાહિત કરવાનો મોકો મળ્યો બાળકો એ પણ પાણી તેમજ વૃક્ષ ની જાળવણી ની સપથ લીધા અને આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે તમામ બાળકો એ પોતાના ઘરે એક વૃક્ષ વાવવાનો પ્રણ લીધો.
ખેરલાવની પ્રાથમિક શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં ગામના આગેવાનો વડીલો અને મહિલાઓ પ્રવેશ લેનારા નાના ભુલકાઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
.

