વાંસદા: ગ્રામ વિકાસની ભાવના સતત દિલમાં છે અને એ જ કરી રહ્યા છું આ શબ્દો છે વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામના સરપંચ મહેન્દ્ર પટેલના.. તેઓ જ્યારથી સરપંચ તરીકે ચુંટાઈને આવ્યા છે ત્યારથી કામની તસ્વીર બદવાના ઈરાદાથી કામ કરી રહ્યા છે.
Decision Newsને મળેલી જાણકારી મુજબ વાંસદાના દુબળ ફળિયા ગામમાં અમદાડ ફળિયામાં મરણ થાય ત્યારે તેની અંતિમ વિધિ કરવા સ્મશાન પાસે પાણીની સુવિધા ન હતી જેને લઈને વર્ષોથી ગામના લોકો બોરની માંગણી કરી રહ્યા હતા પણ એ માંગણી પૂરી થઇ ન હતી પણ મહેન્દ્રભાઈ પાસે આ માંગણી પોહચી અને તેમને લોકોને પાણીની વ્યવસ્થા ઉભી કરવાનું આશ્વાસન આપ્યું અને આજે એ વ્યવસ્થા ઉભી કરી દેતા ગામના લોકોમાં ખુશીનો માહોલ દેખાય રહ્યો છે.
મહેન્દ્ર પટેલ જણાવે છે મને ગામના વિકાસના કામો કરવા જ ગામના લોકોએ ચુંટયો છે અને હું એ જ કાર્ય કરી રહ્યો છે ગામમાં તમામ પ્રકારની સુવિધા ઉભી કરી લોકોને ખુશ રાખવા એ જ મારું લક્ષ્ય છે હું ઈચ્છું છું કે મારા ગામના હું દરેક કામો અને યોજનાઓનો લાભ લોકોને અપાવું.

