ચીખલી: ગતરોજ ચીખલીના તાલુકાના મિયાઝરી ગોલવડ ફળીયામાં રહેતા BSF આર્મીમાં રીટાયર્ડ થઈ દમણની એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા ગુલાબભાઈ સોનુભાઈ ગાયકવાડ અકસ્માતમાં લાંબી સારવાર બાદ મૃત્યુ થયાની ઘટના બની હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ BSF આર્મીમાં રીટાયર્ડ થઈ દમણની એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા ચીખલીના મિયાઝરી ગામના ગુલાબભાઈ ગાયકવાડને પારડી ચંદ્રપુર નજીક હાઇવે પર ટ્રકે અડફેટે લીધો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા તેમને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા ત્યાં લાંબી સારવાર પછી તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો.
રિટાયર્ડ આર્મી મેનના મોતથી પરિવાર, સગાસંબધી તેમજ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ગતરોજ પોલીસે પોતાની કાર્યવાહી પતાવી તેમની અંતિમ ક્રિયા મૃતદેહને પરિવારજનો સોપી દીધો છે

