ચીખલી: વર્તમાન સમયમાં મોટા શહેરોમાં આગની ઘટનાના બનાવ વધુ બનવા લાગ્યા છે ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ૧૫માં નાણાપંચ સને ૨૦૨૦-૨૦૨૧ (તાલુકા કક્ષા ૨૦%) યોજના અંતર્ગત “મીની ફાયર ટેન્ડર (ફાયર ફાઇટર)” ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકા પંચાયત કચેરીમાં ૧૫માં નાણાપંચ સને ૨૦૨૦-૨૦૨૧ (તાલુકા કક્ષા ૨૦%) યોજના અંતર્ગત “મીની ફાયર ટેન્ડર (ફાયર ફાઇટર)” નું લોકાર્પણ માનનીય સાંસદશ્રી તથા ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ તથા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું
જેમાં નવસારી જીલ્લા પ્રમુખશ્રી ભૂરાભાઇ શાહ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર,તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન ગાંવિત, કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવજી, ડીડીઓશ્રી અર્પિત સાગર ઉપસ્થિત રહી ખુંધ ગ્રામ પંચાયત તથા ચીખલી તાલુકાને અર્પણ કરવામાં આવ્યું.

