વ્યારા: ગતરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશની જેમ ગુજરાતમાં પણ ઠેરઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વ્યારા તાલુકામાં પણ BSF નિવૃત જવાનો દ્વારા યોગા ડે ની સાથે પોતાની માંગણીઓને લઈને રેલી કાઢી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

જુઓ વિડીયો..

હાલમાં મોટા પ્રમાણમાં ઘણી જગ્યાઓ પર લોકો પોતાની માંગણીને લઈને આંદોલનના માર્ગે છે તેવી જ રીતે BSF ના જવાનોએ પણ યોગા ડેની સાથે સાથે સુત્રોચાર કરી વિશાળ રેલીનું આયોજન કરી પોતાની માંગણી સરકાર સુધી પોહચાડવા માટે વ્યારા TDOને રજુવાત કરી હતી આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં મહીલાઓએ ભાગ લીધો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.