કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડાના આદિવાસી ક્ષેત્રમાં અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ અતુલ શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન ગાયકવાડ મનાળા સરપંચ જ્યેન્દ્ર ગાંવિત ચંદર ગાયવાડ સહિતનાઓની ઉપસ્થિતિમાં લોક જાગૃતિ માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો.
કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં રક્તદાન વિશે અંધ શ્રદ્ધાની જનજાગૃતિ માટે દક્ષિણ ગુજરાતમાં સેવા ભેખ ધારણ કરી છે. એવા સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા યોગેશભાઈ પટેલ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં યુવાનોએ ઉત્સાહ પૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું. યુવાન રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા પોતાની સલામતી હેલ્મેટ આપવામાં આવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં રકતદાન કેમ્પ અને લોક જાગૃતિ સાથે કપરાડા માં યોગેશ પટેલ દ્વારા કોરોના સમયે હાલમાં પણ ગરીબ જરૂરિયાત મંદ લોકોને કોઈપણ સેવા માટે રહે જેની સરાહનીય કામગીરી ને જ્યેન્દ્ર ગાંવિત અને સામાજિક અગ્રણીઓએ બિરદાવી હતી.
ગુજરાત બોર્ડર ગિરનારા ના યુવાન દશરથ કડું અને દિવ્યેશ રાઉત દ્વારા કપરાડા માં યુવાનો રકતદાન કરવા માટે આવે એ માટે પ્રયત્ન કરવા માટે વધુમાં આગળ આવે એ માટે પ્રયાસો કરવા ખાત્રી આપી. કપરાડા પોલીસ મથક જી આર ડી બંદોબસ્ત હતા જેમણે પણ પ્રથમ વખત રક્તદાન કર્યુ હતું. આજે દર્દીઓને લોહીની જરૂરિયાત દિવસે દિવસે વધી રહી છે પણ લોકોમાં જાગૃતતાના અભાવને લઈને લોહી મેળવવું મુશ્કેલ બન્યું છે. લોહી રક્ત-દાતાઓ દ્વારા મળી રહે છે. આ પરથી કહી શકાય કે લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાનની જાગૃત્તતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે. લોહીનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું લોહી એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે. આપણું રક્તદાન એ બીજા કોઈના જીવન માટે વરદાન બની જાય છે. દર વર્ષે લોહીની માંગમાં સતત વધારો થયે જાય છે. હાલમાં વલસાડ બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ જ આવકારદાયક પગલું છે.
અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ અતુલ શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડાના સહયોગ કરવામાં લોક જાગૃતિ લાવવા માટે કેમ્પમાં જ્યેન્દ્ર ગાંવિત ,ચંદર ગાયકવાડ અને રિલીફ ગૃપ કપરાડા ( વલસાડ ) દ્વારા ખૂબજ જહેમત ઉઠાવી હતી.