ખેરગામ: દક્ષિણ ગુજરાતનો વિસ્તાર મોટા ભાગે આદિવાસી વિસ્તાર છે ત્યારે આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવાની તો ઇચ્છાશક્તિ હો છે પણ પરિસ્થિતિને આધીન શિક્ષણ મેળવવામાં તકલીફ ઉભી થતી હોય છે આવા સમયે સામાજિક આગેવાનો આવા બાળકોની મદદે આવતા હોય છે આવો જ એક આગેવાન આગળ આવી ખેરગામની વડપાડા પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વહારે આવ્યો છે
ગતરોજ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વડપાડા પ્રાથમિક શાળા ખાતે મિતેશ પટેલ દ્વારા ફ્રી માં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું સામાન્ય પરિસ્થિતિમાંથી આવતાં હોવાના કારણે ક્યારેક શિક્ષણની માળખાકીય સુવિધા ન મળવાના કારણે બાળકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે આ પ્રકારના કાર્યો તેમને સહારો બને છે.
આદિવાસી સમાજમાં જો આવી રીતે સામાજિક આગેવાનો પોતાના કર્તવ્ય અને જવાબદારી સમજે તો આદિવાસી સમાજના બાળકોમાંથી શિક્ષણનો અંધકાર દુર કરી શકાય એ નક્કી છે. દરેક વ્યક્તિએ સમાજના વિકાસમાં પોતાનું યોગળાન આપવું જોઈએ