નવસારી: હાલમાં ગુજરાતમાં સમગ્ર શાળાઓમાં શિક્ષણ કાર્ય શરુ થઇ ચૂકયું છે ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના 350 થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રી માં નોટબુકનું શ્રી સાંઈ કુટીર ધામ દેગામ ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું

BTTSના પ્રદેશ પ્રમુખ પંકજ પટેલ જણાવે છે આદિવાસી વિસ્તારોના નાનાં ભુલકાઓમાં શિક્ષણ મેળવી નવા શિખરો સર કરવાની ભૂખ જોઈ ખુબ જ આનંદ થાય છે પણ મોટા ભાગના બાળકો ઘરની સામાન્ય પરિસ્થિતિમાંથી આવતાં હોવાના કારણે ક્યારેક શિક્ષણની માળખાકીય સુવિધા ન મળવાના કારણે નિરાશ થઇ જતા હોય છે માટે જ અમે 350 થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રી માં નોટબુકની વિતરણ કરી એમને મદદનો હાથ આપ્યો છે અને આપતા રેહશું.

આદિવાસી આગેવાનો દ્વારા જે આવા પ્રકારના કાર્યોથી ખરેખર આદિવાસી સમાજમાં જે જરૂરિયાતમંદ બાળકો છે એમને શિક્ષણમાં આગળ વધવા ઉત્સાહ અને પ્રોત્સાહન મળે છે. જે આવનારી આદિવાસી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવશે એમાં બે મત નથી.