ખેરગામ: ગતરોજ વાડ ગામનાં આગેવાન, ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દીનેશભાઈ હંમેશા સેવાકીય પ્રવૃતિઓ માટે અગ્રેસર રહી તેમણે ખેરગામ તાલુકાના ગામડાઓમાં સામાજિક તો ખરી જ પણ સાથે સાથે બાળકોના શિક્ષણ ક્ષેત્રમાં પણ સેવાયજ્ઞ ચાલુ કર્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ છેલ્લા સાત વર્ષથી ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં નોટબુક વિતરણ કરે છે અને એમનું આ સેવાયજ્ઞ અવિરત ચાલુ છે ત્યારે ગતરોજ તેમના દ્વારા વાડ ગામની શાળામાં નોટબૂક વિતરણ કરવામાં આવી હતી.

દિનેશભાઈ જણાવે છે કે કુદરત આપણને ઘણું ઘણું આપે તો આપણે સમાજમાં આપવું જોઈએ. આ વિતરણ પ્રસંગે શાળાનું ટ્રસ્ટી મંડળ, આચાર્યશ્રી, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.