ધરમપુર: આજરોજ નડગધરી અને ગ્રામ પંચાયત અને મોહના કાવચાળી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતાં તલાટી કમ મંત્રીઓને અન્ય જગ્યાએ ફરજ પર મુકવા બાબતમાં ધરમપુર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ધરમપુર અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે ધરમપુર તાલુકામાં આવેલા નડગધરી અને ગ્રામ પંચાયત અને મોહના કાવચાળી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતાં તલાટી કમ મંત્રીઓને દ્વારા ગામના લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને સરપંચ જે કહે છે એપણ તે માનતા નથી અને પોતાની મનમાની ચલાવે છે જે બાબતની ગામના લોકો દ્વારા મૌખિક રજુવાત કરવામાં આવી હતી જેના અનુસંધાને મોહના કાવચાળી ગામમાં ફરજ બજાવતા અનંતભાઈ જાદવ અને નડગધરી ગામમાં ફરજ બજાવતા રાયસિંગ ભાઈ જેઓ મારા આદિવાસી સમાજના ગરીબ લોકોને હેરાન કરે એ ચલાવી લેવામાં નહિ આવે જેની વહીવટીતંત્ર નોંધ લે એ બાબતે રજુવાત કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે આ બંને તલાટીશ્રીઓ વિરુદ્ધ તત્કાલીન તપાસ કરી ઘટતું કરવા આપ સાહેબને વિનંતી કરું છું જો અમારી માંગ ન સંતોષાય તો આગળ જે પણ આદિવાસી સમાજ પગલાં ભરશે એની જવાબદારી સ્થાનિક વહીવટીતંત્ર રેહશે.