ડાંગ: સુબીર તાલુકાના સાજુપાડા ગામની પ્રાથમિક શાળાના નવા મકાનનું ઈ-ખાતમુહૂર્ત 21 માં માજી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમ છતાં આજદિન સુધી સ્કૂલનું મકાનનું નામો નિશાન નથી ઓરડા ગાયબ કે અધિકારીઓ અજાણ શિક્ષણ જગતની ઘોર બેદરકારી સામે આવી છે.

વેકેશન બાદ સ્કૂલ સત્રની શરૂવાત થઇ અને બાળકો પણ ઉમંગભેર સ્કૂલમાં જવા માટે પ્રફુલ્લિત જણાઈ રહ્યા છે સુબીર તાલુકામાં આવેલ બરડીપાડા ગ્રુપગ્રામ પંચાયતમાંથી વિભાજીત થયેલ ગ્રામપંચાયત સાજુપાડા ગામ માં આવેલ પ્રાથમિક શાળા જ્યાં ૧ થી ૮ ધોરણ સુધી બાળકો અભ્યાસ કરે છે . સાથે સાથે સ્કૂલ માં ધોરણ -૯ અને ૧૦ સરકારી માધ્યમિક શાળા પણ ચાલુ કરવામાં આવી છે પરંતુ સ્કૂલના ઓરડાની અછત ને કારણે બાળકો ના શિક્ષણ ને લઈ શિક્ષકો અને વાલીઓ મુંઝવણમાં મુકાયા છે. શાળામાં ખાર્તમૂહર્ત બાદ પણ સ્કૂલના ઓરડા ન હોય એવી સ્કૂલ પણ ડાંગ જિલ્લામાં છે વાહ રે શિક્ષણના તાત ક્યાં જશે દેશનું ભવિષ્ય.. ઘોર બેદરકારી શિક્ષણ વિભાગના અધિકારીઓની મિલીભાગત કહીએ કે આખીને આખી સ્કૂલ જ ગાયબ કરવાની કોઈ રણનીતિ લાગી રહી છે. બાળકો શિક્ષણ વગર વંચિત ન રહી જાય તેથી જાગૃત આદિવાસી જન એકતા સંગઠનના પ્રમુખ ગિરીશભાઈ ગીરંજલી દ્વારા ડાંગ અધિક કલેક્ટર અને શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું

ગિરીશભાઈ જણાવે છે કે આ સમસ્યા ફક્ત સાજુપાડાની જ નથી ડાંગની ઘણી પ્રાથમિક શાળાઓની અત્યંત હાલત કફોડી છે . માટે, ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ડાંગની તમામ શાળાઓમાં આવી ગંભીર સમસ્યા હોય ત્યાં તાત્કાલિક ઓરડાઓ બનાવી આપવાની કામગીરી હાથ ધરે તે ખુબજ જરૂરી બન્યું છે જો તાત્કાલિક મકાન બાંધકામ શરૂ કરવામાં નહીં આવે તો સંગઠન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ની ઓફિસનો ઘેરાવો કરી હાલ્લાબોલ કરવામાં આવશે જેની સમગ્ર જવાબદારી ડાંગના શિક્ષણના અધિકારીશ્રીઓની રહેશે.