નસવાડી: આજરોજ નસવાડી તાલુકાના જામલી પોસ્ટના ટપાલી સમયસર ટપાલ આપવા ન આવતા હોવાના મુદ્દે  તાલુકા પંચાયતના સભ્ય અને ગામના ઘણા લોકોએ ભેગા મળીને ગઢ બોરીયાદ પોસ્ટ માસ્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ નસવાડી તાલુકાના જામલી પોસ્ટના ટપાલી સમયસર ટપાલ આપવા આવતા નથી.જેને લઇને નસવાડી તાલુકા પંચાયત સભ્ય 21 વંકલા રાઠવા વનીતાબેન અલ્પેશભાઈ અને ગામલોકો દ્વારા ગઢ બોરીયાદ પોસ્ટ માસ્ટરને જાણ કરેલ છે. અગાઉ 04/02/2022 ના રોજ પણ જાણ કરવામાં આવી છે છતાં આજ દિન સુધી સમયસર મળી નથી. એ પોતાની મનફાવે તો ટપાલ પોહચાળે છે નહિ તો નહિ..!

આમ આ ટપાલી સામે યોગ્ય પગલાં લેવા અને જામલી પોસ્ટમાં ટપાલીને તાત્કાલિક બદલી કરીને અન્ય ટપાલી મૂકવામાં આવે તે માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.