ગુજરાત: વર્તમાન સમયમાં સરકાર દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી બધી યોજનાઓ લાવી છે ત્યારે એક સરકારી યોજના એવી છે જ્યાં મહિલાઓને આત્મનિર્ભર મળે છે. નામ છે પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના.
જો તમે એક મહિલા છો અને તમે કપડા સીવવાનો ધંધો શરૂ કરવા માંગો છો, તો જાણો આ યોજના માટે અરજી કરી શકો છો કેન્દ્ર સરકારની મફત સિલાઈ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બિહાર, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે જેવા ઘણા રાજ્યોમાં ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ મશીન મળી રહ્યા છે.
યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ, પુરાવાની તારીખ, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સામેલ છે. આ ઉપરાંત મહિલાના પરિવારની આવક 12 હજાર અથવા તેનાથી ઓછી હોવી જોઈએ. વિધવા અને વિકલાંગ મહિલાઓને પણ આ યોજનાનો લાભ મળે છે. યોજનાનો લાભ મેળવવા માટે તમે www.india.gov.in પર જઈને અરજી કરી શકો છો.











