ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રાનકુવા હરણગામ રોડ પર આઇસર ટેમ્પાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા GEB ના ડિયોના પોલ સાથે અકસ્માત થયાની ઘટના બની હતી. જેને લઈને ઘટન સ્થળ પર લોકોની ભીડ એકઠી થઇ ગઈ હતી.
Decision News ને પ્રાપ્ત માહિતી મુજબ ચીખલીના રાનકુવા હરણગામ રોડપર ગત રાત્રીના 11:30 Pm ના સમય દરમ્યાન આઇસર ટેમ્પો પાણીની ટાંકી ભરીને રાનકુવાથી રૂમલા ધરમપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે હરણગામ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક પહોંચતા અન્ય વાહન ને ઓવરટેક કરવા જતાં આઈસર ટેમ્પો HM 04 FB 1311 ના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોંગસાઇડ GEB ના ડીઓ ના પોલ સાથે અથડાયો હતો જે ટેમ્પો અથડાયેલા ડીઓના પોલના તર વીજળીના પ્રવાહથી જીવિત હતા પણ નસીબ સંજોગે બંને પોલ તૂટી જતાં ડીઓની સ્વીચ કપાય જતા વીજ પ્રવાહ બંધ થય ગયો હતો માટે જાન હાની ટળી હતી.
એક તરફ ૧૦ તારીખને શુક્રવારના રોજ ખૂડવેલ ગામે PM નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે વાયુ વેગે કામ ચાલી રહ્યું છે ત્યારે વીજ પુરવઠામાં ભગાણ પડતા તાત્કાલિક પોલીસની અને રાનકુવા GEB ની ટીમ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચતા વીજ પુરવઠો ગણતરી કલાકોમાં ચાલુ કરી દેવામાં આવ્યો હતો.

