ડાંગ: ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના કલમવિહિર ગામના ગ્રામજનો વર્ષોથી ખખડ ધજ રસ્તાની હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ વખતે ગ્રામજનોએ નક્કી કર્યું છે કે ‘રસ્તો નહિ તો મત નહિ’ જો થોડા દિવસોમાં રસ્તો ન બનાવવમાં આવે તો આવનારી વિધાસભાની ચુંટણી બહિષ્કાર કરવાના મૂડમાં લોકો દેખાય રહ્યા છે.
પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત ડાંગ જિલ્લો જે એમના કુદરતી અને પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપુર છે અને પ્રવાસનને વેગ આપવા સરકાર વૃક્ષોનું નિકંદન કાઢી પહોળા રસ્તા બનાવતા રહી છે. તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધી 1400 કરોડનો કોરિડોર બનાવવાનું એલાન કરી દેવામાં આવ્યું છે ત્યારે ડાંગ કલમવિહીર સહિત મોટાભાગના ગામડાના ગરીબ અને લાચાર લોકો ગામડામાં રસ્તાથી વંચિત કેમ ? ડાંગના અમુક ગામોમાં રસ્તાની સ્થિતિ સારી છે પણ હજુ પણ અમુક ગામોમાં પક્ષપાતી વલણ રાખી લોકોને સારી સુવિદ્યા થી વંચિત રાખી રાજકીય કિન્નાખોરીનો સામાન્ય માણસને ભોગ બનાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક સરપંચથી લઈને જિલ્લા પંચાયત આજે ભાજપના કબજે હોઈ અને તેમાં પણ નેતાઓ આદિવાસી સમાજના જ હોઈ તેમ છતાં ગરીબ અને લાચાર આદિવાસી સમાજ સાથે એટલો દુર્વ્યવહાર કેમ ?
તુષાર કામડી Decision News સાથે વાત કરતાં જણાવે છે કે વિકાસની પરિભાષા જોવા જઈએ તો વિકાસ સૌના માટે સરખો હોવો જોઈએ. આ સરકાર આદિવાસી સમાજની દરકાર કરતી હોય ત્યારે એમના જ પદાધિકરીઓ રાજકીય કલેશ રાખી લોકોને માળખાકીય સુવિધા આપવામાં ભેદભાવ કરી રહ્યા છે. નેતાઓના અણ આવડત અને નીચી ભેદભાવવાળી માનસિકતાના કારણે આજે પણ ડાંગનો અમુક ભોળો આદિવાસી સમાજ વિકાસથી વંચિત નજરે પડે છે.