પારડી: ગતરોજ પારડી ખાતે પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી ઈશાંતભાઈ સોનીના વડપણ હેઠળ વલસાડ જીલ્લા ભારતીય જનતા યુવા મોરચાની આવનારા સમયમાં ભાજપ પક્ષને કેવી રીતે મજબુત બનાવી શકાય એ સંદર્ભ બૃહદ કારોબારી બેઠક યોજાઈ હતી.
Decision News સાથે વાત કરતાં મહામંત્રી મયંક પટેલ જણાવે છે કે અમે લોક કલ્યાણની યોજનાઓ જન જન સુધીમાં પોહચાડી રહ્યા છે આવનારા સમયમાં પણ આ જન્હીતનું કાર્ય ચાલુ રેહશે હવે થોડા મહિનાઓમાં 2022ની વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે અમે હાલમાં ભાજપ પક્ષને કેવી રીતે હજુ મજબુત બનાવી લોકો સામે ભાજપની કાર્યપધ્ધતિ, સેવા સમર્પણ ભાવનાથી કરેલા વિકાસના કાર્યો બતાવી રહ્યા છે અને રાષ્ટ્ર હિતમાં લોકોને ભાજપ સાથે જોડાવવા અપીલ કરી રહ્યા છે.
આ બેઠકમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઇ ,પ્રદેશ મંત્રી ભાવિકાબેન ઘોઘારી, વલસાડ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહીલ દેસાઇ, મહામંત્રી મયંક પટેલ, પ્રભાકર યાદવ સહિત પ્રદેશના હોદ્દેદારોશ્રીઓ, જિલ્લા તેમજ મંડળના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા .…











