કપરાડા: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કપરાડાના વાડધા- મનાલા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વાડધાના સંકુલમાં સવારે 10:00 થી 2:00ના સમયે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુઓ વિડીયો..
આ રક્તદાન કેમ્પના આયોજનમાં સહયોગકર્તા તરીકે પાર્થ ટેન્ડર્સ વાપી, રેમ્બો વોરીયર્સ ધરમપુર, સાંઈધામ સુખાલ, હરીશ આર્ટ વાપી, અભિષેક એજન્સી નાનાપોઢાં ભાગ ભજવ્યો હતો તથા આયોજકમાં મનાલા ગામના સરપંચ જયેન્દ્ર ગાંવિત, સુનીલભાઈ, રીલીફ ગ્રુપ, અજીત પટેલ, બીપીન રાઉત, રમેશ ભસરા, વિમલ ભસરા, ડો આશિત બિસ્વાસ, રાજેશ રાઉત જેવા સમાજ કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.











