ગુજરાત: ગતરોજ હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પછી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કરીને લખ્યું કે ભ્રષ્ટ ભાજપના અંધ ભક્તોને અને ગાભામારુઓને ‘હાર્દિક’ અભિનંદન.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે હાર્દિકને જે યોગ્ય લાગ્યું તે તેમણે કર્યું. પરંતુ જે વ્યક્તિ વડાપ્રધાન અને ગૃહપ્રધાનને એક સમયે ગાળો આપતો હતો તે એમની જ પાર્ટીમાં જોડાયો. મતલબ કે હાર્દિક જે બોલતો હતો તે સાચું હતું. કે ભાજપના કાર્યકર્તા માત્ર ખુરશીને ગાભા મારવાનું જ કામ કરે છે.

