ડાંગ: આજરોજ ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મામલતદાર સાહેબ શ્રીને આવેદન સુપ્રત કરવામાં આવ્યું. અને અનંત પટેલનું ગળું દબાવનારા PIને તાત્કાલિક ધોરણે તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવે એવી માંગ કરાઈ હતી.
જુઓ વિડીયો..
ઉલ્લેખનીય છે કે ગતરોજ નવસારીમાં આઉટ સોર્સિંગનાં કર્મચારીનાં પ્રશ્ન અંગે સંવિધાનિક લોકશાહી ઢબે ધરણા પ્રદર્શન ઉપર બેસેલા વાંસદાનાં ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન ઉપર નવસારી પોલીસ એલસીબી પીઆઇ દીપક કોરાટ દ્વારા અમાનવીય રીતે ગળું દબાવી ડીટેન કરવામાં આવ્યું હતું. લોકશાહી દેશની અંદર ખતરા રૂપ આવા હિટલરનાં સૈનિક સમાં આવા અધિકારીઓ વારંવાર પોતાના વગનો દૂરઉપયોગ કરી આદિવાસી સમાજ ને નબળો સમજી જે મનસ્વી રીતે ત્યાંના સામાજિક કાર્યકર્તાઓ પર દમન ગુજાર્યું છે. તે કોઈ સંજોગે આદિવાસી સમાજ સહન કરી શકે તેમ નથી. આવા અમાનુષી અધિકારી ને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટ મુજબ ની કાર્યવાહી થાય એવી આદિવાસી સમાજ ની માંગણી છે.
આ બાબતે વઘઈ ખાતે ખુબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..