ધરમપુર: તાજા જાણકારી મળ્યા અનુસાર જ ધરમપુર તાલુકાના કરંજવેરી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ગામની મહિલા પર i khedut portal પર online પશુ દાણ યોજના ફ્રોમ ભરવાના ૧૨૦ રૂપિયા લેવાનો વિડીયો વાયરલ થયો છે.

જુઓ વિડીયો

Decision News સાથે ધરમપુર તાલુકા યુવા મોરચા‌ કોષાધ્યક્ષ ગાંવિત કિર્તીકુમાર બાબુભાઈ જણાવે છે કે ધરમપુર કરંજવેરી ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ઓપરેટર છે તે i khedut portal પર online પશુ દાણ યોજના ફ્રોમ ભરવાના 120 રૂપિયા લઇ રહ્યો હતો અને એનો વિડીયો મેં જાતે બનાવ્યો છે. આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારની ધાંધલી થાય એ સાંખી લેવામાં આવશે નહિ આ ઓપરેટર વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા મારી અને ગામના લોકોની માંગ છે.

ખરેખર ગામમાં જો યુવાનો આ રીતે જાગૃત થાય તો ગામમાં સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનામાં આવા ભ્રષ્ટ ઓપરેટરોને ખુલ્લા પાડી શકાય. આ ભ્રષ્ટાચારી ઓપરેટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો એની સાથે સંકળાયેલા ઘણા વ્યક્તિઓ સામે આવશે એ નક્કી છે.