વાંસદા: ગતરોજ સાંજના 6 થી 7 ના સમયગાળા દરમિયાન વાંસદાના ખાટાઆંબા ગામના મણીલાલ નામક માનસિક અસ્વસ્થ વ્યક્તિને અજાણ્યા કારણોસર વાંસદાની જાણીતી હોટલના માલિકે હનુમાનબારી ચાર રસ્તા પર ઢોર માર મરાયાની ઘટના સામે આવી હતી.
જુઓ વિડીયો..
Decision Newsને ઘટના સ્થળ પર હાજર લોકો પાસેથી મળેલી માહિતી મુજબ સાંજના 6 થી 7 ના સમયગાળા દરમિયાન વાંસદાના ખાટાઆંબા ગામના મણીલાલ નામક માનસિક અસ્વસ્થ વ્યક્તિને અજાણ્યા કારણોસર વાંસદાની જાણીતી હોટલના માલિકે હનુમાનબારી ચાર રસ્તા પર હાથ પગના ભાગમાં અને પીઠ પર ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બનતાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું ઘટના જાણ થતા જ વાંસદા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી ગઈ હતી. માનસિક અસ્વસ્થ વ્યક્તિને વધુ માર પડતા બેભાન થઇ ગયા હોવાનું લોકોનું કહેવું હતું ત્યાર બાદ 108 આવી પોહચતા વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યો હતો
આ ઘટના કેમ બની ? શું હોટલ માલિક કાયદો પોતાના હાથમાં લઇ શકે ? શું માનસિક બીમાર વ્યક્તિને આટલી ક્રુરતાથી મારી શકાય ? આવા સવાલ લોકો ઉભા કરી રહ્યા હતા ત્યારે આ ઘટના લઈને હાલમાં વાંસદા પોલીસ તપાસ કરી રહી છે હવે જોવું રહ્યું કે વાંસદા પોલીસ કાયદો હાથમાં લેનાર વ્યક્તિ સામે શું કાયદેસરની કાર્યવાહી કરે છે એમ ઘટના સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું.

