ગુજરાત: આજરોજ ગુજરાત એનકેન પ્રકારે વિવિધ વિસ્તારોમાં બુટલેગરો દારુ પોહચાડતા હો છે પરંતુ પહેલી વખત ગુજરાતમાં વિમાન મારફતે દારુની હેરાફેરી થઈ હોવાનુ સામે આવ્યુ છે. હાલમાં એરપોર્ટ બહાર પોલીસે દારૂ અને બુટલેગરને ઝડપી પાડ્યો છે.
GSTVના અહેવાલ અનુસાર પોલીસની આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે છેલ્લા 6 મહિનામાં 6 વખત દારુ વિમાનમાં ગોવા થી અમદાવાદ સુધી આવ્યો છે. ત્યારે પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે. ફોટોમાં રહેલા આ આરોપીનુ નામ ચીરાગ ઉર્ફે ચીકુ પરમાર છે.જે પ્રહેલાદ નગર ખાતે વસવાટ કરે છે. અને ઈન્ડીગો કંપનીમાં સિક્યુરિટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. 26 તારીખે સાંજે ઝોન 7 એલસીબીને બાતમી મળી હતી, કે એરપોર્ટથી આવી રહેલા એક યુવક પાસે દારુ નો જથ્થો છે. જેને લઈ પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી 48 બિયરનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો.
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, આરોપી આ દારુનો જથ્થો ગોવા થી લાવ્યો હતો. અને તેના મિત્રો અને પરિવારને વેચતો હતો. દારુની હેરાફેરી માટે વપરાતુ વાહન પોલીસ કાયદાકીય પ્રક્રિયા પ્રામાણે કબ્જે કરે છે. પરંતુ આ વખતે દારુની હેરાફેરી વિમાન મારફતે થઈ છે.

