ગાંધીના ગુજરાતમાં નામ પૂરતી દારૂબંધી છે એક તરફ સરકાર દારૂબંધી માટે કડક કાયદાઓ બનાવી કાર્યવાહી કરવાના આદેશ આપે છે ત્યારે સરકારી કચેરી માંથી દારૂની ખાલી બોટલો મળે છે. નસવાડી તાલુકામાં કડક દારૂબંધીના અમલ માટે સરપંચો થોડા દિવસ પહેલા આવેદનપત્ર આપી રજૂઆત કરે છે. ત્યારે બીજી બાજુ તાલુકા પંચાયતની અંદર જ આવેલ મનરેગા ઓફિસની અંદર પીવાઇ ગયેલ દારૂ બિયરના ટીન નસવાડી પોલીસ કબજે કર્યા છે. આ મનરેગા ઓફિસના ધાબા પર પીવાઈ ગયેલ અલગ અલગ બ્રાન્ડના દારૂના ક્વાર્ટરિયા સાથે મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ અને બિયરના ટીન 79 બોટલ ટીન નસવાડી પોલીસે કબજે કર્યા છે.

નસવાડી પોલીસ તેમજ બોડેલી સીપીઆઈ મનરેગા ઓફિસ ઉપર આવ્યા હતા. આ ઓફિસના ધાબા પર જવા માટે ફક્ત એક જ દાદર છે અને એ પણ લોકવાળો છે. એટલે ઓફિસ ખુલે પછી જ કોઈક વ્યક્તિ ધાબા ઉપર કે અંદર પ્રવેશી શકે છે. પોલીસ આવીને દરેક બાબતની સ્થળ તપાસ કરી છે. જેમાં મનરેગા ઓફિસના જે કોમ્પ્યૂટર રૂમ છે તે ઓફિસની અંદર બિયર અને દારૂની બોટલ મળી આવી હતી. જે પોલીસ કબજે કરી છે. નસવાડી તાલુકાના આદિવાસી ગ્રામજનો ઓફિસમાં આવે તો ચંપલ પણ બહાર ઉતારીને અંદર જતા હોય ત્યારે આટલો બધો દારૂ કોણ પી ગયું તેના પર પ્રશ્નો ઉઠ્યા છે.

આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા નસવાડી તાલુકાની ગ્રામ પંચાયતના સરપંચો દારૂબંધીના કડક અમલને લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કે ગામડાઓમાં દારૂનું વેચાણ થાય છે તે બંધ થવું જોઈએ ત્યારે સરકારી ઓફિસમાં પીવાઈ ગયેલ દારૂની બોટલો પોલીસે કબજે કરી હવે સરકારી તંત્ર સામે કાર્યવાહી શું કરે છે તેના પર સૌની નજર છે.

મનરેગા ઓફિસમાંથી વિવિધ બ્રાન્ડની પીવાય ગયેલ દારૂની ખાલી બોટલો જેમા (1) સિગ્નેચર હોલ 1 નંગ (2) મેજિક મૂવમેન્ટ હોલ 1 નંગ(3) મેકડોલ હોલ 1 નંગ(4) લંડન પ્રાઈડ કોટર 2 નંગ (5) માઉન્ટ તીન બિયર 27 નંગ (6) મેકડોલ કોટર 47 નંગ આમ કુલ 79 ખાલી ઈંગ્લીશ દારૃની બોટલો મળી આવી છે.

સીપીઆઈ, ડી.એન.ચુડાસમા, જણાવ્યું હતું કે, નસવાડી તાલુકા પંચાયત કચેરીની અંદર અને ઉપરથી દારૂની ખાલી બોટલ અને બિયરના ટિન મળ્યા છે. જેની હવે તપાસ કરીશું.