વાંસદા: લગ્નની મોસમ ચાલી રહી છે પણ આ શુભ પ્રસંગોમાં અવનવા અકસ્માતો પણ સામે આવી રહ્યા છે ત્યારે ગત રાત્રી દરમિયાન વાંસદાના અંકલાછ ગામના વણજારવાડી થી મોટી ભમતી મામા મોસાળમાં જતા GJ-21-W-3675 નંબરનો છોટા હાથી ટેમ્પો રવાણીયા ડેરીની પાસે આવેલ પુલ પાસે પલ્ટી મારતા અકસ્માત થયાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision Newsને સ્થાનિક સુત્ર અનિલ ગાંવિત પરથી મળેલી માહિતી મુજબ વાંસદાના રવાણીયા ગામમાં ગતરોજ રાત્રીએ 8:30ગ થી 9:00 વાગ્યાના સમયગાળામાં વાંસદાના અંકલાછ ગામના વણજારવાડી થી મોટી ભમતી મામા મોસાળમાં જતા GJ-21-W-3675 નંબરનો છોટા હાથી ટેમ્પો રવાણીયા ડેરીની પાસે આવેલ પુલ પાસે પલ્ટી મારતા ગોઝારો અકસ્માત થયાની ઘટના નોંધાય હતી. છોટા હાથી ટેમ્પોમાં લગભગ 15 થી 20 લોકો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે તેમાં મોટાભાગના લોકો ઈજા પામ્યા હતા.
ઘટના સ્થળથી 108ને મદદથી આ ગંભીરરીતે ઘવાયેલા મુસાફરોને તાત્કાલિક ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં 4 થી 5 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

