ગણદેવી: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આદિવાસી સમાજની દીકરીનુ વિક્રમ ઉર્ફે ભલીયો વાલજી ભરવાડ દ્વારા અપહરણ કરી બળજબરીના પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ દીકરીની હિંમતના કારણે ક્રૂરતાનો ભોગ બનતા બચી ગઈ હતી આ ઘટનામાં આરોપી પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આદિવાસી સમાજના હિતેચ્છુઓએ આવેદનપત્ર આપ્યું છે.
જુઓ વિડીયો..
ગણદેવીમાં આદિવાસી દીકરી સાથે બનેલી આ ઘટના સંદર્ભે આરોપી ને બચાવવા કે કેસમાં કાંઈ પણ ભીનું સંકેલવાના પ્રયત્નો કરવામાં આવ છે તો એ આદિવાસી સમાજને સ્વીકાર્ય નથી જેનો આદિવાસી સમાજ અહિંસક તો ખરું જ પણ જરૂર પડયે હિંસાત્મક આંદોલન ન રાહે જવા પણ ખચકાશે નહિ એવું આદિવાસી આગેવાનોનું Decision Newsને કહેવું છે.
આવેદનપત્ર આવતી વેળાએ ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામના સંચાલક ડૉ.નિરવ પટેલ, BTS મહામંત્રી પંકજ પટેલ, ધરમપુર તાલુકા અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ, સરપંચશ્રી પંકજભાઈ, વાડ રૂઢિગ્રામ સભા અધ્યક્ષ ઉમેશ પટેલ, સામાજિક કાર્યકર્તા હિરેન પટેલ, અનિલ પટેલ અને ખુબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજની હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતાં.

