વલસાડ: ગતરોજ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા અધ્યક્ષ સ્નેહીલભાઈ દેસાઈ વલસાડ જિલ્લા યુવા મોરચા પ્રભારી પ્રતિકભાઇ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમો માટે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News સાથે વલસાડના યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલ જણાવે છે કે હવે થોડા મહિનાઓમાં 2022 વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોક સેવાના અર્થે વિવિધ કાર્યક્રમોની આયોજન કરવામાં આવશે તેની તૈયારી અને કેમ વધુમાં વધુ લોકો સુધી ભારતીય જનતા પાર્ટીના ધ્યેય અને લોક સંદેશને પોહચાડી શકાય એ સંદર્ભમાં આ બેઠક મળી હતી
જેમાં પ્રદેશ મંત્રી ભાવિકાબેન પ્રદેશ આમંત્રિત સભ્ય ગૌરવ આહીર, સતીશ બારીયા સહિત જિલ્લા તેમજ મંડળમાં હોદ્દેદારો અને ભાજપ પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતા.

