નાનાપોંઢા: ગતરોજ ધરમપુરના બીલપુડી ગામના લગ્ન પ્રસંગમાં જતાં યુવાનનું નાનાપોંઢા -વાપી રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે બાઈક સ્લિપ મારી જતા ઘટના સ્થળ પર જ મોત થઇ જવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં શોકમગ્ન વાતાવરણ સર્જાયું હતું.
Decision Newsને ધરમપુરના સૂત્ર તરફથી મળેલી માહિતી મુજબ સાંજે 5.30 આસપાસ નાનાપોંઢા વાપી રોડ પર સર્જાયેલા અકસ્માતમાં વારોલી ગામનો યુવાન ઋષિ સોમા પોવર પોતાની બાઈક પુર ઝડપે ચલાવી રહ્યો હતો અચાનક તેનો સ્ટેરીગ પરથી કાબુ ગયો અને રોડ પર ધડાકાભેર પછડાયા હતા જેમાં તેની પાછળ બેસેલા ધરમપુરના બીલપુડી હુડકી ફળીયાના યુવાનના માથામાં ગંભીર ઈજા પોહચી હતી તાત્કાલિક ધોરણે સારવાર માટે નાનાપોઢા CHCમાં ખસેડાયા હોવા છતાં ફરજંદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
નાનાપોંઢા પોલીસે લાશનું PM કરી બોડી પરિવારજનોને આપી દીધી છે અને સમગ્ર ઘટનાની આગળની તપાસ જમાદાર ગૌતમભાઈ ગાંવિત દ્વારા કરવામાં આવી રહી હોવાનું જણાવા મળ્યું છે.

