અમદાવાદ: ગતરોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને કેસરિયો પહેરવા થનગની રહેલા હાર્દિક પટેલ સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ- પાસના આગેવાનોથી લઈને સામાન્ય નાગરીકોએ ટ્વિટર, ફેસબૂક ઉપર સખત રોષ ઠાલવી રહ્યા છે.

સોશ્યલ મિડિયામાં ટ્રોલ થઈ રહેલા હાર્દિક સામે શરૂ થયેલા હાક થુ… કેમ્પેઈનમાં જિગિશા પટેલે ”૧૪ લાશોના પગથિયા બનાવીને સમાજદ્રોહીએ પોતાની જાત બતાવી રહ્યા છે પરંતુ, આંદોલન ત્યાં સુધી પુરૂ નહિ થાય જ્યાં સુધી શહિદો અને તેના પરીવારોને ન્યાય નહી મળે” એવો રોષ રજૂ કર્યો છે.

પાટીદાર અનામત આંદોલનમાં સૌથી પહેલા હાર્દિકની સાથે ઉભા રહેલા અમદાવાદના ડો. નચિકેત મુખીએ ફેસબૂક ઉપર લખ્યુ છે કે, ”પહેલી ગોળી હું ખાઈશ કહીને તે ૯ પાટીદારોને ગોળીએ વિંધાવી નાંખ્યા. સમાજને રોડે ચઢાવ્યા અને બે વર્ષની જેલની સજા પડશે એવી બીકે સરેન્ડર કરે છે. હાક થૂ.. રાજદ્રોહની સામે અમે તારી સાથે ઢાલ બનીને ઉભા હતા પણ તારા આ સમાજદ્રોહની સામે અમે જ તારો સંહાર કરીશુ. શહિદોનો હત્યારો” માત્ર પાટીદારો જ નહિ, હાર્દિક પટેલે પોતે ટ્વિટર અને ફેસબૂક એકાઉન્ટ ઉપર પોસ્ટ કરેલા રાજીનામાના પત્ર ઉપર દેશ- દૂનિયામાંથી જાણિતી હસ્તીઓ તુટી પડી છે.

નિલ બારોટ નામના યુઝરે ”તુ ગુજરાતીઓના એક પણ મુદ્દા માટે લડયો હોય તો બોલ” જ્યારે તુલસી પટેલે ”તુ દોગલો છે ડફેર” અને સીતામરામ લાંબાએ ”તુ સારો વેપારી નિકળ્યો” એવી હૈયાવરાળ ઠાલવી છે. જ્યારે રફિક અંજુમએ હાર્દિકને દલાલ કહેતા લખ્યુ છે કે, તે સાબિત કરી દીધુ છે કે, પટેલોને પોતાના ફાયદા માટે જ ઉપયોગ કર્યો. તું દલાલ હતો અને રહીશ. તારા નિવેદનો જ તેના માટે હતા, સંઘથી ડિલ થઈ અને વેચાઈ ગયો.