નવસારી: આજરોજ નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાનકુવા અને બામણવેલને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કિન્નાખોરી રાખી બે આરોગ્ય કર્મીઓ સામે એક તરફી નિર્ણય લઈ કરેલ બરતરફીના હુકમ તાત્કાલિક રદ કરવાના મુદ્દાને લઈને જિલ્લાની આરોગ્ય સેવાઓ બંધ રેહશે.
જુઓ વિડીયો..
આદેશ આપવામાં આવે છે કે જિલ્લા પંચાયત નવસારીના તાબા હેઠળના આરોગ્ય શાખા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તાલુકા આરોગ્ય કચેરી તથા જિલ્લા કચેરી ખાતે ફરજ બજાવતા મ.પ.હે. વ, ફિ.હે.વ, મ.પ.હે.સુ, ફાર્મસીસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, સ્ટાફ નર્સોને આદેશ આપવામાં આવે છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાનકુવા ફિ.હે.સુ, મંજુલાબેન એમ. આહિર અને જયનાબેન બી. પટેલ ફિ.હે.વ ,બામણવેલને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કિન્નાખોરી રાખી અને એક તરફી નિર્ણય લઈ કરેલ બરતરફીના હુકમ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
આ ઉપરાંત તારીખ. 18/05/2022 થી હડતાળ પાડી નવસારી જિલ્લાની ગ્રામ્ય વિસ્તાર ની તમામ આરોગ્ય સેવાઓ બંધ કરી જિલ્લા પંચાયત નવસારી ખાતે સવારે 11:00 કલાક થી બપોરે 3:00 કલાક સુધી જ્યાં સુધી બરતરફી નો હુકમ પરત ન ખેંચાય ત્યાં સુધી દરરોજ ધરણાં અને દેખાવો કરવા આથી આદેશ આપવામાં આવે છે. આ આદેશનો તમામ આરોગ્ય કર્મચારીઓએ ચુસ્તપણે અમલ કરવા જણાવવામાં આવે છે.