રેલવેમાંથી ITI સર્ટિફિકેટ મેળવનારા યુવાનો માટે ઈસ્ટર્ન રેલ્વેએ 2972 એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. હાલમાં જ રેલવેએ તેની નોટિફિકેશન જારી કરીને અરજીની પ્રક્રિયા શરૂ કરી યોગ્ય ઉમેદવારો 20 મે 2022 સુધીમાં ઈસ્ટર્ન રેલવેની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાનું જણાવ્યું છે.
મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. એપ્રેન્ટિસશીપ દરમિયાન પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને નિયત સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું પાસ હોવા જોઈએ. આ ઉપરાંત, તેમની પાસે NCVT અથવા SCVT દ્વારા પ્રમાણિત સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ હોવું જોઈએ. અરજદારોની લઘુત્તમ વય 15 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ.
અરજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, રેલ્વે 10મા અને ITI માર્કસના આધારે ઉમેદવારોની મેરિટ યાદી તૈયાર કરશે. જેઓ અંતિમ યાદીમાં સ્થાન મેળવવા માટે સક્ષમ હશે તેઓને એપ્રેન્ટિસશીપ માટે પસંદ કરવામાં આવશે. અરજી ફી વિશે વાત કરીએ તો, જનરલ, OBC અને EWS કેટેગરીની અરજી ફી રૂ. 100 છે. SC, ST દિવ્યાંગ અને મહિલાઓ માટે અરજી મફત છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, લાયક ઉમેદવારોએ વેસ્ટર્ન રેલવેની વેબસાઇટ er.indianrailways.gov.in પર જવું પડશે. આનાથી તેમને આ ભરતીની નોટિફિકેશન અને અરજીની લિંક મળશે. ઉમેદવારો નોટિફિકેશનમાં આપેલા સ્ટેપ્સ ફોલો કરીને અરજી ફોર્મ પ્રોસેસ પૂરી કરી શકે છે